નવી દિલ્હીઃ ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટન માટેની અટકળો શરૂ થઇ ગઇ છે, ત્યારે એક રિપોર્ટ છે કે બીસીસીઆઇ અનુભવી ખેલાડીને ટેસ્ટ ટીમની કમાન સોંપી શકે છે. આ લિસ્ટમાં રોહિત શર્મા સૌથી આગળ છે, એટલે રોહિત શર્માને વધુ એક કેપ્ટન પદની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ઈનસાઈડ રિપોર્ટના અહેવાલ મુજબ, રોહિત શર્મા નવો ટેસ્ટ કેપ્ટન બનવા જઈ રહ્યો છે. રોહિત શર્માને સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને હવે વિરાટના રાજીનામા બાદ કેપ્ટનશિપ તે સંભાળશે.
રીપોર્ટ અનુસાર, બીસીસીઆઇના સિલેક્ટર્સે રોહિત શર્મા સાથે વર્કલોડ અને ફિટનેસ સંબંધિત મુદ્દાઓ પર વાત કરશે, અને બાદમાં કોઇ નિર્ણય લઇ શકે છે. BCCI ના અધિકારીના જણાવ્યા અનુસાર, 'વર્કલોડ ખૂબ જ વધારે છે. રોહિત શર્માએ પોતાને ફિટ રાખવાની જરૂર છે. મને લાગે છે કે પસંદગીકારો તેની સાથે વાત કરશે અને તેણે ફિટનેસ પર વધારાનું કામ કરવું પડશે." રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન બનાવતા પહેલા BCCI તેની સાથે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પણ વાત કરશે.
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો