મુંબઈ: વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે ડરનો માહોલ છે. ભારતમાં પણ ખતરનાક કોરોના વાયરસનો કહેર યથાવત છે. ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ પણ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રોહિત શર્માનું માનવું છે કે સતર્ક રહીને કોરોના વાયરસ જેવી ખતરનાક બીમારીનો સામનો કરી શકાય છે.


રોહિત શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કે લોકોને બીમારીને લઈને સતર્ક અને સાવધાન રહેવાની વાત કરી રહ્યો છે. રોહિતે કહ્યું, છેલ્લા કેટલાક સપ્તાહ આપણા માટે મુશ્કેલી ભર્યા રહ્યા છે અને સમગ્ર વિશ્વ હાલ ઉભુ રહી ગયું છે. પરંતુ બધુ ઠીક કરવા માટે જરૂરી છે કે આપણે બધા એક થઈને આ બીમારી સામે લડીએ. આ આપણ સતર્ક અને સાવધાન રહીને આપણી આસપાસની જાણકારી રાખીને કરી શકીએ છીએ.



ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશાં અત્યાર સુધીમાં કુલ 114 કેસ નોંધાયા છે. કેંદ્ર સરકાર દ્વારા સાવધાની માટે પગલા ભરવામાં આવી રહ્યા છે, આ સાથે જ દેશના મોટા ભાગના રાજ્યોમાં સ્કૂલ-કોલેજ અને થિયેટરને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ પહેલા ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી પણ કોરોના વાયરસથી બચવા માટે સાવધાની રાખવાની વાત કરી હતી. દક્ષિણ આફ્રીકા સામેની સીરીઝ રદ્દ થયા બાદ કોહલીએ કહ્યું હતું કે કોરોના વાયરસ સામે લડવા માટે તમામ દેશવાસીઓએ વધારે પડતી સાવધાની રાખવાની જરૂર છે.