મોહાલી વનડેઃ રોહિત શર્માની ત્રીજી બેવડી સદી સહિત બન્યા આ રેકોર્ડ
શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝે વન-ડેમાં 5000 રન પૂરા કરવા ઉપરાંત 11મી સદી પણ ફટકારી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવનડેમાં 300 કે તેથી વધુ રનનો 100 વખત સ્કોર કરનારી ટીમ ઈન્ડિયા ક્રિકેટ જગતની પ્રથમ ટીમ બની. બીજા નંબરે રહેલી ઓસ્ટ્રેલિયા 96 વખત 300નો આંક વટાવી ચૂકી છે.
શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન પ્રદીપે 10 ઓવરમાં 106 રન આપીને વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન આપનારાની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે આવ્યો. આ પહેલા 2006માં માઇક લુઇસ અને વહાબ રિયાઝ અનુક્રમે 113 અને 110 રન આપી સૌથી ખર્ચાળ બોલરની યાદીમાં પહેલા અને બીજા નંબરે છે.
મોહાલીના પીસીએ સ્ટેડિયમ પર રોહિત શર્માએ અણનમ 208 રનનો વ્યક્તિગત સ્કોર નોંધાવી ગત વર્ષે વિરાટ કોહલીએ ન્યૂઝિલેન્ડ સામે નોંધાવેલા અણનમ 154 રનના સ્કોરને પાછળ રાખ્યો.
એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો રોહિત શર્મા ત્રીજો ક્રિકેટર બન્યો. 2017 કેલેન્ડર વર્ષમાં રોહિત શર્માએ રમેલી 20 વન-ડેમાં 45 સિક્સ ફટકારી છે. સાઉથ આફ્રિકાનો ડિવિલિયર્સ 2015માં 58 સિક્સ સાથે ટોચ પર છે. બીજા નંબરે રહેલા બૂમ બૂમ આફ્રિદીએ 2002માં 48 સિક્સ ફટકારી હતી.
કેલેન્ડર વર્ષ 2017માં રોહિતે 6 સદી ફટકારી છે. ભારત વતી 1998માં સચિને 9 અને ગાંગુલીએ 2000માં 7 સદી ફટકારી હતી. આ ઉપરાંત 1996માં સચિને 6, દ્રવિડે 1999માં 6 અને કોહલીએ 2017માં 6 સદી ફટકારી છે.
રોહિતે કારકિર્દીની 16મી સદી ફટકારી ઉપરાંત પાંચમી વખત 150થી વધુનો સ્કોર નોંધાવ્યો. વન-ડે ક્રિકેટમાં 5 વખત 150થી વધુનો સ્કોર કરવાનું કારનામું માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નર જ કરી શક્યા છે.
મોહાલી ખાતે શ્રીલંકા વિરુદ્ધની બીજી વનડેમાં ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્માએ બેવડી સદી (208*) ફટકારી હતી. રોહિત શર્માની આ કેપ્ટન તરીકે પ્રથમ અને વનડેમાં ત્રીજી બેવડી સદી હતી. કેપ્ટન તરીકે સૌથી સર્વોચ્ચ સ્કોર વિરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગ 8 ડિસેમ્બર,2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી આઉટ થયો હતો. જ્યારે મોહાલી વનડેમાં કેપ્ટન રોહિત 208 રને અણનમ રહ્યો હતો. આ પછીનો કેપ્ટન તરીકે શ્રેષ્ઠ સ્કોર (186) શ્રીલંકાના જયસૂર્યાના નામે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -