પાંચ ઓવરમાં આ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 3.2 ઓવરમાં 41 રન બનાવ્યાં હતા ત્યાં ફરીથી વરસાદ વિલન બનતા આખરે મેચ રદ્દ કરવી પડી હતી. જોકે બન્ને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા હતાં. આમ RCB નવ પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ છે. જ્યારે રાજસ્થાનના 11 પોઈન્ટ થયાં છે.
આ પહેલા મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેંગ્લોરને બેટિંગ કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું. જોકે વરસાદ વિલન બન્યો હતો અને મેચ સ્થગિત કરવામાં આવી હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદ વિલન બનતાં સમગ્ર પીચને કવર વડે ઢાંકવામાં આવી હતી. ફેન્સનો મૂડ વરસાદે બરાબરનો ખરાબ કરી નાખ્યો હતો.