RCB vs KKR: કોલકાતાને જીત માટે 176 રનનો ટાર્ગેટ, કોહલીના 69 રન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Apr 2018 07:53 PM (IST)
બેંગલુરૂ: આઈપીએલની 11ની 29મી મેચ રોયલ ચેલેર્ન્જસ બેંગલોર અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 176 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકતા નાઈટ રાઈડર્સની ટીમે સારી શરૂઆત કરી છે. 6.3 ઓવરમાં વિના વિકેટે 55 રન કર્યા છે. ત્યાર બાદ વરસાદ પડતા મેચ રોકી દેવામાં આવી હતી. બેંગલોરની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 175 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 69 રન બનાવ્યા હતા. આઈપીએલ-11ની 29મી મેચ રોયલ ચેલેર્ન્જસ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. કોલકાતાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેંગલુરૂનો એબી ડિવિલિયર્સ બીમાર હોવાને કારણે આ મેચમાંથી બહાર થઇ ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ 3 ફેરફાર કરીને ટિમ સાઉદી, મનન વોરા અને મુરુગન અશ્વિનને ટીમમાં સામેલ કર્યા છે. ડિવિલિયર્સની સાથે પવન નેગી અને વોશિંગ્ટન સુંદર પણ ટીમમાંથી બહાર છે. કોલકાતાએ ટીમમાં કોઇ ફેરફાર કર્યા નથી.