બેંગલુરૂ: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે આઈપીએલ સીઝના 12નો મુકાબલો આજે બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે બેંગલુરૂને જીત માટે 188 રનનો લક્ષ્યાંક આપ્યો છે.  પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટે 187 રન બનાવ્યા હતા.




યુવરાજ સિંહે શાનદાર બેટિંગ કરતા હેટ્રીક સિક્સર ફટકારી હતી. યુવરાજે માત્ર 12 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો.

રોહીત શર્મા 48 રન બનાવી આઉટ થયો હતો.  ડી કોક 23 રન બનાવી આઉટ થયો હતો.


બેંગલૂરૂએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  રમાશે. બન્ને ટીમોએ આ સીઝનમાં તેમની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલી બેંગલુરૂની ટીમનો કેપ્ટન છે. રોહિત શર્મા મુંબઇ ટીમનો કેપ્ટન છે.

રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઇની ટીમને દિલ્હીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થતા મુંબઈની ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. પરંતુ તે યોગ્ય સમયે ફિટ થઈ ગયો છે. મુંબઈની ટીમમાં અનુભવી અને ફાસ્ટ બોલર લસિથ મલિંગાની ટીમમાં વાપસી થઇ છે.

વિરાટની ટીમ માટે સારી બાબત એ છે કે આ મેચ એમના સ્થાનિક મેદાનમાં રમાવાની છે. બંને ટીમો આઈપીએલમાં પ્રથમ જીત મેળવવા માટે સતત પ્રયાસ કરશે. યુવરાજ સિંહ પર બઘાની નજર રહેશે. દિલ્હી સામે તેણે અડધી સદી ફટકારી હતી.

WATCH: આ એક ભૂલને કારણે જીતેલી બાજી હારી ગઈ પંજાબની ટીમ