નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને દેશના પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી છે. અશ્વિને કહ્યું કે, દેશના જુદા જુદા ભાગમાં આઈપીએલમાં ભાગ લઈ રહેલ ભારતીય ક્રિકેટરોને આગામી લોકસભા ચૂંટણી દરમિયાન તેના ક્ષેત્રમાં મતદાન દરમિયાન એ જ શહેરમાં મતદાન કરવાની મજૂરી આપવી જોઈએ જ્યાં તેઓ મેચ રમતા હોય છે.


અશ્વિનનાં આ ટ્વિટ બાદ અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ જવાબ આપ્યો છે. નહેરાએ અશ્વિનનાં ટ્વિટ પર જવાબ આપતા લખ્યું કે, “તથ્ય 1: ચૂંટણીઓ ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે, પીએમઓ દ્વારા નહીં. તથ્ય 2: આઇપીએલમાં રમવું અને આપણા દેશનું રક્ષણ કરવું બંને અલગ અલગ બાબત છે. તથ્ય 3: ચૂંટણીઓનું આયોજન કરવું ‘માંકડિંગ’ કરવા જેટલું સહેલુ નથી.”