નવી દિલ્હી: ચેન્નાઇ સુપર કિંગ્સને IPL-12ની ફાઈનલમાં માત આપનાર મુંબઈ ઇન્ડિયન્સે ચોથી વખત આઈપીએલ ચેમ્પિયન બની હતી. મુંબઇ ઇન્ડિયન્સે આઈપીએલનો ચોથો ખિતાબ જીત આઇપીએલમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ પહેલા મુંબઈ 2013, 2015 અને 2017માં  ચેમ્પિયન બની ચૂકી છે.


આઈપીએલની 12મી સીઝનની ફાઈનલ બાદ ઈનામોનો વરસાદ થયો હતો. ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડની જંગી ઈનામી રકમ મળી હતી. ફાઈનલમાં હારેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને 12.5 કરોડ રૂપિયા મળ્યા હતાં.

ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. જ્યારે રનર્સ-અપ ચેન્નાઇ સુપર કિંગ્સને 12.5 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. આ ઉપરાંત ત્રીજા નંબર પર રહેલી દિલ્હી કેપિટલ્સને 8.75 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. જ્યારે ચોથા નંબર પર રહેલી સનરાઇઝર્સ હૈદ્રાબાદને 8.75 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો.