નવી દિલ્હીઃ ભારતના સુપરસ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) આજકાલ પોતાની બેટિંગને લઇને ખુબ ચર્ચામાં છે. હવે બીસીસીઆઇએ રોહિતને ફરી એકવાર મોટી જવાબદારી સોંપી છે, અને વનડે અને ટી20 ટીમનો કેપ્ટન બનાવી દીધો છે. આમ તો રોહિત શર્માની બેટિંગની કોઇ વાત જ નથી કરી શકાતી, કેમ કે તેના જેવો ધાકડ બેટ્સમેન બીજો કોઇ નથી. પરંતુ ઉંમર પ્રમાણે હવે 34 વર્ષીય રોહિત વધુ લાંબુ ટકી શકશે નહીં, અને કેપ્ટન હોવા છતાં ત્રણ એવા યુવા ખેલાડીઓ છે જે રોહિતને ઓપનિંગમાં જબરદસ્ત ટક્કર આપી શકે છે.  


1. પૃથ્વી શૉ- 
પૃથ્વી શૉ (Prithvi Shaw) અત્યારે એકદમ યુવા છે, તે પણ હંમેશા રોહિત શર્મા જેવી તોફાની આક્રમક બેટિંગ કરે છે. રોહિત શર્માની (rohit sharma) ગેરહાજરીમાં પૃથ્વી શૉ ટીમ ઇન્ડિયા માટે બેસ્ટ ઓપનિંગ ઓપ્શન જરૂર બની શકે છે. ખાસ વાત છે કે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ જવાબદારી પૃથ્વી શૉના માથે છે, તે તેને યોગ્ય રીતે સંભાળી પણ રહ્યો છે. રોહિતને આગામી સમયમાં પૃથ્વી શૉ ટક્કર આપે તો નવાઇની વાત નથી.


2. ઇશાન કિશન- 
ઇશાન કિશન પણ હાલમાં યુવા છે, અને તે બેટિંગની સાથે સાથે વિકેટકીપિંગ પણ કરે છે. ઇશાન કિશન (Ishan Kishan) પણ એકદમ આક્રમક બેટિંગ માટે જાણીતો છે, બિલકુલ રોહિત શર્માના જેમ બેટિંગ કરે છે. ઇશાન કિશને આઇપીએલમાં (IPL) રમીને પોતાની બેટિંગનો પરચો દરેકને બતાવી દીધો છે. તે ઓપનિંગમાં જબરદસ્ત રીતે બેટિંગ કરી શકે છે આગામી સમયમાં રોહિત શર્માને જરૂર ટક્કર આપનારા ખેલાડીઓના લિસ્ટમાં ઇશાન કિશનનુ નામ હશે. 


3. ઋતુરાજ ગાયકવાડ- 
ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) આઇપીએલમાં ધમાલ મચાવી ચૂક્યો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને ખાસ મોકો મળ્યો નથી. આઇપીએલ 2021 (IPL 2021)માં ધોનીએ તેના પર વિશ્વાસ રાખ્યો અને ચેન્નાઇ સુપર કિંગ્સને ઋતુરાજે દરેક વખતે ઓપનિંગમાં જબરદસ્ત શરૂઆત અપાવી હતી. ઋતુરાજ ગાયકવાડ આઇપીએલ 2021માં (CSK) સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન પણ બન્યો હતો. તેને 16 મેચોમાં 636 રન બનાવ્યા હતા, જેમાં એક તોફાની સદી પણ સામેલ હતી. એટલુ જ નહીં વિજય હજારે ટ્રૉફીમાં પણ ઋતુરાજે તહેલકો મચાવી દીધો હતો. આગામી સમયમાં રોહિતનો ઓપ્શન જરૂર બની શકે છે ઋતુરાજ ગાયકવાડ.


 


આ પણ વાંચો........


Justin Lager Resigns: પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, કોચ લેંગરે આપી દીધું રાજીનામું


અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં આજે ભારતની ઈંગ્લેન્ડ સામે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી થશે લાઈવ ટેલીકાસ્ટ ?


લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી


Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો


16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....


Vadodara : 'ધારે તે કરે એટલે ધારાસભ્ય, જ્યાં સુઘી હું ધારાસભ્ય છું ત્યાં સુઘી હું કોઈનું પણ તુટવા નહિ દઉ તેની ખાત્રી આપુ છું'