ડેબ્યુ ટેસ્ટમાં પૃથ્વી શોએ ફટકારી સેન્ચુરી, સચિન તેંડુલકરે પાઠવ્યા અભિનંદ, આપી આવી સલાહ
નવી દિલ્હીઃ ‘ગોડ ઓફ ક્રિકેટ’ના નામથી જાણીતા દિગ્ગજ સચિન તેંડુલકરે પોતાના ડેબ્યૂ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર યુવા બેટ્સમેન પૃથ્વી શોને અભિનંદન પાઠવ્યા છે. પૃથ્વીએ રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ સીરીઝના પ્રથમ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતાં 134 રન ફટકાર્યા હતા. ઓપનિંગ કરતાં શોએ 154 બોલમાં 19 ચોગ્ગા ફટકાર્યા. માત્ર 18 વર્ષના પૃથ્વીએ ચેતેશ્વર મુજારા સાથે બીજી વિકેટ માટે 206 રનની ભાગીદારી નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની કેપ્ટનશિપમાં આ વર્ષે ભારતને અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર પૃથ્વી શો ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ભારતીય છે. આ સિવાય તે સચિન પછી ટેસ્ટમાં સદી ફટકારનાર સૌની ઉંમરનો ભારતીય છે. સચિને 17 વર્ષ 12 દિવસની ઉંમરમાં સદી ફટકારી હતી. પૃથ્વીએ 18 વર્ષ 329 દિવસની ઉંમરમાં સદી ફટકારી છે.
સચિન તેંડુલકરે પૃથ્વી શોને અભિનંદન આપતા ટ્વિટર પર લખ્યું હતું કે, પ્રથમ ઇનિંગ્સમાં જ આ પ્રકારની આક્રમક બેટિંગ જોઈને ઘણું સારું લાગ્યું. આ રીતે ડર વગર આવા જ અંદાજમાં બેટિંગ કરતો રહે. દિલ્હીના શિખર ધવન પછી ડેબ્યુ ટેસ્ટમાં 100 બોલની અંદર સદી ફટકારનાર ત્રીજો ક્રિકેટર છે. ધવને 85 બોલમાં તો ડ્વેન સ્મિથે 93 હોલમાં ડેબ્યુ સદી ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -