ચેતેશ્વર પૂજારા અને પૃથ્વી શોએ બેટિંગ દરમિયાન ખિસ્સામાં રાખા પાણીની બોટલ, જાણો શું છે કારણ....
ડેબ્યુ ટેસ્ટમાં પૃથ્વી શોએ 154 બોલમાં 19 ફોરની મદદથી 134 રન બનાવ્યા હતા. ડેબ્યુ ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોર બનાવનાર ત્રીજો ભારતીય છે. શિખર ધવને 2013માં ઓસ્ટ્રેલિયા સામે 187 રન બનાવ્યા હતા. જે એક રેકોર્ડ છે. જ્યારે રોહિત શર્માએ 2013માં વેસ્ટ ઇન્ડીઝ સામે 177 રન બનાવ્યા હતા. પૂજારાએ 130 બોલમાં 14 ફોરની મદદથી 86 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બધુ જોઈને પ્રશંસકો પણ ચોકી ગયા હતા. આ પૃથ્વી શો અને પૂજારાનો કોઈ અંધવિશ્વાસ ન હતો પણ તેની પાછળ રાજકોટની ગરમી કારણ ભૂત હતી. ગરમીના કારણે આ બંને બેટ્સમેનોને સતત તરસ લાગતી હતી જેના કારણે સાથી ખેલાડીઓએ વારંવાર પાણી લઈને મેદાનમાં આવતા હતા. આ કારણે બેટ્સમેનની એકાગ્રતા તુટી જતી હતી. એકાગ્રતા તુટતી બચાવવા પૃથ્વી અને પૂજારાએ એક શાનદાર રીત અપનાવી હતી. બંનેએ પોતાની પાસે જ પાણીની જ બોટલ રાખી લીધી હતી. મેચ દરમિયાન ઘણી વખત બંને ક્રિકેટર પોતાના ખિસ્સામાંથી પાણીની બોટલ કાઢીને પાણી પીતા જોવા મળ્યા હતા.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે પ્રથમ ટેસ્ટ રાજકોટના ખેડેરી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. પ્રથમ ઓવરમાં કેએલ રાહુલ આઉટ થયા બાદ પૃથ્વી શો અને ચેતેશ્વર પુજારાએ મળીને ભારતીય ટીને મજબૂત સ્થિતિમાં પહોંડ્યા હતા. મેચ દરમિયાન મેદાન પર પુજારાની એક અજીબોગરીબ હરકત જોવા મળી, જે સામાન્ય રીતે જોવા નથી મળતી. ચેતેશ્વર મુજારા પોતાના ખિસ્સામાં પાણીની બનોટલ લઈને બેટિંગ કરી રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -