નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં બુશફાયર ચેરિટી મેચ માટે કોચ તરીકે પહોંચ્યા છે. આ ચેરિટી મેચમાં ક્રિકેટની દુનિયાના દિગ્ગજો મેદાન પર જોવા મળશે. ત્યારે શુક્રવારે તેંડુલકરે જણાવ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાના માર્નુસ લાબુશેનની ફુટવર્ક શાનદાર છે. તેની રમત જોઈને તેમને તેમના રમતના દિવસોની યાદ અપાવે છે. સચિનને પૂછવામાં આવ્યું હતું કયા ખેલાડીની રમવાની રીત તેમની સૌથી નજીક છે.

દિગ્ગજ ખેલાડી સચિને કહ્યું કે, “હું ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાય રહેલી બીજી ટેસ્ટને નિહાળી રહ્યો હતો. ત્યારે સ્ટીવ સ્મિથ ઘાયલ થયો હતો, મે બીજી ઈનિંગમાં લાબુશેનની બેટિંગ જોઈ હતી. લાબુશેનને જોફ્રા આર્ચની બોલ પર ઈજો પહોંચી હતી પરંતુ તેના બાદ 15 મિનિટ સુધી તેણે જે રીતે બેટિંગ કરી હતી. તે જોઈને મે કહ્યું આ ખેલાડી ખાસ છે.”


તેંડુલકરે કહ્યું કે, આ ખેલાડીમાં કંઈક ખાસ વાત છે. તેનું ફુટવર્ક એકદમ બરાબર છે. ફુટવર્ક શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ હોય છે. જો આ સકારાત્મક નહીં વિચારો તો તમારા પગ નહીં ચાલે. 25 વર્ષના આ બેટ્સમેને ગત વર્ષે 1104 રન બનાવીને ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટસમેન બન્યો હતો. તેને ઈજાગ્રસ્ત સ્ટીવ સ્મિથનની જગ્યાએ રમવાની તક મળી હતી. તેણે શાનદાર રમતથી ટીમમાં પોતાની જગ્યા બનાવી હતી. એશિઝમાં તેણે 353 રન બનાવ્યા હતા.

તેમણે કહ્યું કે, શાનદાર ફુટવર્ક એ દર્શાવે છે કે લાબુશેન માનસિક રીતે મજબૂત ખેલાડી છે. આ દરમિયા તેંડુલકરે કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથની સરખામણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે હું તુલના કરવામાં વિશ્વાસ નથી રાખતો.