નવી દિલ્હીઃ WhatsApp Payનો ઓફિશિયલ લોન્ચ ભારતમાં લાંબા સમયથી પેન્ડિંગ છે. રિપોર્ટ અનુસાર, હવે વોટ્સએપની પેરન્ટ કંપની ફેસબુકે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીએ લીલી ઝંડી આપી દીધી છે અને ભારતમાં વોટ્સએપ પે ઓફિશિયલ લોન્ચ કરવામાં આવશે.


બે વર્ષ અગાઉથી વોટ્સએપ પેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો આ વોટ્સએપ યુઝ કરો છો તો તમને વોટ્સએપ પેનું ફિચર જોવા મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વોટ્સએપના ભારતમાં ડિઝિટલ પેમેન્ટ સર્વિસના લાયસન્સ પાસે કરી દીધું છે. આ કંપની કેટલાક તબક્કામાં જાહેર કરી શકે છે.

નોંધનીય છે કે ડેટા લોકલાઇઝેશનને લઇને વોટ્સએપ પેના લાયસન્સમાં સમસ્યા થઇ રહી હતી પરંતુ કંપનીએ એનપીસીઆઇને વિશ્વાસ અપાવ્યો છે કે વોટ્સએપ લોકલ ડેટા રેગ્યુલાઇઝેશનને ફોલો કરશે.

રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં વોટ્સએપ પે એક કરોડ યુઝર્સ માટે જાહેર કરવામાં આવશે. ભારતમાં વોટ્સએપ યુઝર્સ સૌથી વધુ છે એટલા માટે કંપનીને તેનો ફાયદો મળશે. એક કરોડ યુઝર્સ માટે વોટ્સએપ પે લોન્ચ કર્યા બાદ કંપની લાયસન્સને લઇને બાકી રહેલી તમામ પ્રક્રિયા પુરી કરશે અને ત્યારબાદ તેને ભારતના તમામ વોટ્સએપ યુઝર્સને આપવામાં આવશે.

છેલ્લા વર્ષે વોટ્સએપ હેડ વિલ કૈથકાર્ટ ભારતમાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ હતું કે, વોટ્સએપ પે માટે કંપનીની તૈયારી પુરી કરી લીધી છે અને તેને ભારતમાં પરમિશન મળ્યા બાદ જલદી લોન્ચ કરવામાં આવશે. WhatsApp Pay લોન્ચ બાદ પેટીએમને ટક્કર મળશે. જેના કારણે પેટીએમના સીઇઓ છેલ્લા વર્ષથી સતત વોટ્સએપ પેની ટીકા કરી રહ્યા છે.