નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે મહિલા બાર્બર નેહા અને જ્યોતિ પાસે દાઢી કરાવી હતી. સચિને ભારતમાં વર્તમાન લિંગ સંબંધિત ભેદભાવને તોડવામાં તેનું યોગદાન આપવા માટે કર્યું હતું. સામાન્ય રીતે આ વ્યવસાયમાં પુરુષોનું જ વર્ચસ્વ માનવામાં આવે છે પરંતુ ઉત્તરપ્રદેશની બનવારી તોલા ગામની નેહા અને જ્યોતિએ તેમના પિતા બીમાર થયા બાદ 2014માં તેમની જવાબદારી સંભાળવાનો ફેંસલો લીધો હતો.

નેહા અને જ્યોતિની આ સફર આસાન નહોતી. કારણકે શરૂઆતમાં લોકો મહિલા હજામ પાસે દાઢી બનાવવા કે વાળ કપાવવા આવતા નહોતા. પરંતુ એક વિજ્ઞાપનમાં તેમની પ્રેરણાદાયી કહાણી દર્શાવવામાં આવી હતી. જે લોકોને ઘણી પસંદ આવી હતી. આ વિજ્ઞાપનને યૂટ્યૂબ પર 1.60 કરોડ લોકોએ જોઈ છે. જે બાદ તેંડુલકરે આ બંને પાસે દાઢી કરાવવાનો ફેંસલો લીધો હતો. તેંડુલકરે બાદમાં આ અંગે પોસ્ટ કરી હતી.

સચિને પોસ્ટ કરીને લખ્યું, કદાચ તમે નહીં જાણતા હોવ કે મેં ક્યારેય કોઇ પાસે દાઢી નથી કરાવી. આજે આ રેકોર્ડ તૂટી ગયો. આ મહિલા બાર્બરને મળવું સન્માનની વાત છે.


યોગગુરુ રામદેવ અને અન્ય સંતોએ સીતારામ યેચુરી સામે કેમ નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો

અમરેલીઃ પાણીની તંગી વચ્ચે નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ, જુઓ વીડિયો