નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ હવે મહેંદ્ર સિંહ ધોનીની નિવૃતિને લઈને અટકળો ચાલી રહી છે. સેમીફાઈનલમાં મળેલી હાર બાદ સોશિયલ મીડિયામાં અટકળો ચાલી રહી છે કે ધોનીએ હવે કદાચ દેશ માટે અંતિમ મુકાબલો રમી લીધો છે.
મહેંદ્ર સિંહ ધોનીની નિવૃતિને લઈને સચિન તેંડૂલકરે કહ્યું, 50 ઓવરની રમતમાં તેનું કરિયર ખત્મ થયું છે કે નહી એ તેમનો પોતાનો અંગત નિર્ણય હશે. આપણે બધાએ ધોનીના નિર્ણયનો આદર કરવો જોઈએ.
સચિન તેંડૂલકરે કહ્યું, ભારતીય ક્રિકેટ ટીમમાં તેમનું જે યોગદાન રહ્યું તે હંમેશા મૂલ્યવાન રહેશે અને આપણે તેની નિવૃતિ વિશે વાત કરવા કરતા તેમના દ્વારા વધારવામાં આવેલા દેશના સમ્માનનું આદર કરવું જોઈએ. આટલું યોગદાન આપ્યા બાદ આ વિશે હવે તેમણે પોતાને નિર્ણય લેવો જોઈએ.
સચિને કહ્યું કેટલા એવા લોકો છે, જેનુ કરિયર આવું રહ્યું હોય? ધોનીનું ખૂબ જ ખાસ કરિયર રહ્યું ચે. લોકોએ જે ભરોસો અને વિસ્વાસ તેમના પર બતાવ્યો, તે તેની રમતમાં પણ જોવા મળ્યો. ફેન્સને આજે પણ આશા હોય છે કે ધોની આવશે અને મેચ ફિનિશ કરવામાં સફળ રહેશે. જ્યાં સુધી ધોની આઉટ ન થાય ત્યાં સુધી મેચ ખત્મ નથી થતી.
ધોનીની નિવૃતિની અટકળો, સચિન તેંડૂલકરે આપ્યું મોટું નિવેદન, જાણો
abpasmita.in
Updated at:
11 Jul 2019 08:49 PM (IST)
મહેંદ્ર સિંહ ધોનીની નિવૃતિને લઈને સચિન તેંડૂલકરે કહ્યું, 50 ઓવરની રમતમાં તેનું કરિયર ખત્મ થયું છે કે નહી એ તેમનો પોતાનો અંગત નિર્ણય હશે. આપણે બધાએ ધોનીના નિર્ણયનો આદર કરવો જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -