ઇંગ્લેન્ડ તરફથી મળેલા 338 રનના લક્ષ્ય સામે ભારતીય ટીમ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને માત્ર 306 રન જ બનાવી શકી હતી. આ સાથે ઇંગ્લેન્ડે 31 રનથી જીત મેળવી હતી.
હાર બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે હવે જાધવની જગ્યાએ જાડેજાને રમાડવો જોઇએ. જેવી રીતે જમણાં બેટ્સમેન જોની બેયર્સ્ટો અને જેસન રૉય સ્પિન બૉલરો સામે એટેક કરી રહ્યાં હતાં, આવામાં એક વેરિએશન જરૂર આવે છે કે તેમાં એક ડાબા હાથનો સ્પિનર હોય, તે કંઇક કરી શકે છે.
સચિને કહ્યું કે, સાતમા નંબરે જાધવની જગ્યાએ જાડેજાને રમાડવો યોગ્ય રહેશે. તે જરૂરના સમયે બૉલ અને બેટથી કામ કરી શકે છે.