મુરલીધરનની આ ફિલ્મનું નામ ‘800’ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું પ્રોડક્શન સંભાળી રહેલા DAR મોશન પિક્ચર્સના પ્રોડક્શન હેડ સેતુમાધવને ઘોષણા કરી છે કે, ફિલ્મમાં સચિન જોવા મળશે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘સચિન દુનિયાનો બેસ્ટ બેટ્સમેન હતો અને મુરલીધરન બેસ્ટ બોલર. તેમની કારકિર્દીનો એક મોટો ભાગ સાથે-સાથે ચાલ્યો છે. આ કારણે જ સચિન ફિલ્મનો ભાગ હશે.’
સેતુમાધવને જણાવ્યું કે, આ ફિલ્મ માત્ર મુરલીના ક્રિકેટિંગ કારકિર્દી વિશે જ નહીં પણ તેની અંગત જિંદગી અને પરિવાર પર પણ આધારિત હશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ આ બોયિપકની ઘોષણા કરવામાં આવી હતી. ફિલ્મમાં મુરલીધરનની ભૂમિકા સાઉથનો સુપરસ્ટાર વિજય સેતુપથી ભજવશે. ફિલ્મની અન્ય કાસ્ટિંગ વિશે વધારે જાણકારી સામે આવી નથી.