એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સચિન તેંડુલકરે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ધોની અને કેદાર જાદવ સહિત મીડલ ઓર્ડર બેટ્સમેનોમાં સકારાત્મકતાની ઉણપ જોવા મળી. માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે આ પ્રદર્શનને જોઈને નિરાશ થયો. સાથોસાથ કેદાર જાદવ અને ધોનીની વચ્ચે થયેલી પાર્ટનરશીપથી તે ખુશ નહોતા.
માસ્ટર બ્લાસ્ટર અનુસાર જાદવની ઉપર દબાણ હતું. સ્થિતિને જલદીથી સંભાળવા માટે બીજા એકની જરૂર હતી. પરંતુ એવું ન થયું. જાદવ અને ધોની જે ઈચ્છતા હતા, તે સ્ટ્રાઇક રેટ મુજબ ન રમી શક્યા. બસ પછી શું હતું, ટ્રોલર્સને ભારતના આ દિગ્ગજ પ્લેયરને તરત જ ટોર્ગેટ કરી દીધો.