માસ્ટર બ્લાસ્ટરે ફોટો પોસ્ટ કરીને મરાઠી ભાષામાં ભાવનાત્મક સંદેશમાં લખ્યું કે, આપ હંમેશા અમારા દિલમાં રહેશો, આચરેકર સર! સચિને આ સંદેશનું અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન કરીને પોસ્ટ કરી છે.
સચિન સિવાય વિનોદ કાંબલી, પ્રવીણ આમરે અને ચંદ્રકાંત પંડિત જેવા દિગ્ગજ ક્રિકેટરોએ પણ આચરેકર પાસેથી કોચિંગ લીધી હતી. વિનોદ કાંબલીએ પણ પુણ્યતિથિ પર કોચ આચરેકરને યાદ કરીને ટ્વિટ કર્યું કે, કોઈ પણ માર્ગદર્શક તમારા જેવા હોઈ શકે નહીં કારણ કે તમે ન માત્ર અમે સારી ક્રિકેટ રમતા શિખવાડ્યા પરંતુ જિંદગીના પાઠ પણ ભણાવ્યા. હું આપને ખુબજ યાદ કરુ છું, આચરેકર સર.
ઉલ્લેખનીય છે કે, કોચ આચરેકરને રમતમાં વિશિષ્ઠ યોગદાન માટે વર્ષ 2010 માં પદ્મશ્રી અને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.