તાઈપે: તાઈવાનમાં ગુરુવારે હેલિકૉપ્ટર ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં સેનાના પ્રમુખ સહિત આઠ લોકોનો મોત થયા હતા. આ હેલિકૉપ્ટર રાજધાની તાઈપે નજીક પહાજી વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘટનમાં મૃત્યુ પામનાર સેનાના ત્રણ મેજર જનરલ પણ હતા. ચીન સાથેના તણાવ વચ્ચે આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે તાઈવાનમાં 11 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે. રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેને દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું.


સેના અનુસાર, ચીફ ઑફ જનરલ સ્ટાફ શેન યી-મિંગનું આ ઘટનામાં મોત થયું છે. હેલિકૉપ્ટરમાં કુલ 13 લોકો સવાર હતા. જેમાં પાંચના જીવ બચી ગયા છે. સેના પ્રમુખ શેન તાઈવાનની યિલાન કાઉન્ટીમાં તૈનાત સૈનિકોને મળવા માટે બ્લેક હૉક હેલિકૉપ્ટરથી રવાના થયા હતા. 62 વર્ષી શેનને જુલાઈ 2019માં ચીફ ઓફ જનરલ સ્ટાફ બનાવ્યા હતા.