સચિન તેંડુલકરે પત્ની સાથે ગોલ્ડન ટેમ્પલમાં ટેકવ્યું માથુ, ગુરુવાણી સાંભળીને થયો ભાવુક, જુઓ તસવીરો
અમૃતસરઃ ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પત્ની અંજલિ સાથે શુક્રવારે સાંજે ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તે ગુરુવાણી સાંભળીને ભાવુક પણ થયો હતો.
સચિને પ્રસાદ લીધા બાદ તેનો મહિમા પણ જાણ્યો. જે બાદ તે ખુદ પ્રસાદ લઈને ગુરુઘર ગયો અને પરિવારની સુખ શાંતિની પ્રાર્થના કરી. આ ઉપરાંત તેન મૂળમંત્ર અંગે પણ જણાવવામાં આવ્યું. જેને સાંભળતા તેનો અર્થ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. મૂળમંત્રનો અર્થ જાણ્યા બાદ તે ભાવુક થઈ ગયો અને ગુરુને વંદન કર્યા. ઉપરાંત હર કી પૌડી ઉપર જઈને હસ્ત લિખિત સ્વરૂપના પણ દર્શન કર્યા.
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સચિવ દલજીત સિંહ બેદી તથા જસવિંદર સિંહ દીનપુરે સંયુક્ત રીતે તેંડુલકર દંપત્તિ તથા તેમની સાથે આવેલા લોકોને શ્રી દરબાર સાહિબની પ્રતિકૃતિ ભેટ આપીને સન્માનિત કર્યા.
સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન અમૃતસરમાં તેના મિત્રના લગ્નમાં સામેલ થવા આવ્યો છે. અમૃતસર પહોંચ્યા બાદ સચિન-અંજલિ દરબાર સાહિબના દર્શનાર્થે ગયો હતો. જ્યાં તેણે જણાવ્યું કે, બાળપણમાં મા-બાપ સાથે વઆવ્યો હતો પરંતુ તે અંગેની કોઇ યાદગીરી નથી. દરબાર સાહિબ આવવાનો પ્રથમ મોકો છે.
દરબાર સાહિબથી નીકળીને સચિન અને અંજલિ જલિયાવાલાબાગ પણ ગયા. પરંતુ ગેટ બંધ થઈ ગયો હતો ત્યારે સચિને આગ્રહ કરીને ગેટ ખોલાવ્યો. 20 મિનિટ સુધી તે જલિયાવાલા બાગની અંદર રહ્યો. જ્યાં તેમણે અમર જ્યોતિ અને શહીદી સ્મારકને નમન કરી શ્રદ્ધાસુમન અરપ્ણ કર્યા.