સચિને કહ્યું કે, 'મને લાગે છે કે વિજેતાનો નિર્ણય બન્ને ટીમોમાંથી કોને વધારે બાઉન્ડ્રીઝ ફટકારી, તેની જગ્યાએ વધુ એક સુપર ઓવર કરાવવાની જરૂર હતી. માત્ર વર્લ્ડકપની ફાઇનલ નહીં, દરેક મેચ મહત્વની હોય છે, જેમકે ફૂટબૉલમાં જ્યારે મેચ વધારેના સમયમાં જાય છે તો કંઇ બીજુ વધારે મહત્વનું નથી રહેતુ.'
નોંધનીય છે કે, વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ બાઉન્ડ્રીના આધારે હારી ગઇ અને ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. મેચ ટાઇ થઇ બાદમાં સુપર ઓવર પણ ટાઇ થઇ હતી.