સચિને દલીલ કરી છે કે, આપણે વેસ્ટ ઈન્ડિઝ સામે લીગ મેચ આ જ મેદાન પર રમ્યા હતા ને એ મેચમાં શમીએ શાનદાર બોલિંગ કરી હતી. શમીએ એ મેચમાં માત્ર 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ગેલ, હોપ, હેટમાયર અને થોમસ શમીના શિકાર બન્યા હતા. શમી આ મેદાન પર ચાલ્યો છે ત્યારે તેને તક આપવી જોઈએ.
ભારતે શ્રીલંકા સામેની છેલ્લી લીગ મેચમાં શમીને રમાડ્યો નહોતો પણ ભુવનેશ્વર કુમારને રમાડ્યો હતો. ભુવનેશ્વર કુમાર એ મેચમાં બહુ ઝૂડાયો હતો. ભુવનેશ્વરે 10 ઓવરમાં 73 રન આપી દીધા હતા. સચિનના કહેવા પ્રમાણે, શમીને બહુ તક નહોતી મળી છતાં તેણે આ મેદાન પર સારો દેખવા કર્યો તે જોતાં તેને લેવો જોઈએ.