સચિને કહ્યું કે, રવિન્દ્ર જાડેજા એવો ખેલાડી છે કે જે અંતિમ ઈલેવનમાં હોવો જોઈએ. સચિનના મતે, ભારતીય ક્રિકેટ ટીમમાં દિનેશ કાર્તિકને સાતમા સ્થાને બેટિંગ કરવા મોકલવામાં આવે છે ત્યારે તેના કરતાં તો રવિન્દ્ર જાડેજા સારો વિકલ્પ છે કેમ કે સાતમા સ્થાને તો જાડેજા પણ સારી બેટિંગ કરે છે.
સચિનના મતે જાડેજા બોલિંગમાં વધારે અસરકારક છે અને તેની ફિલ્ડિંગ પણ બહેતર છે એ જોતાં તેને ટીમમાં રમાડવો જોઈએ. રવિન્દ્ર જાડેજા પાંચમા બોલર અને લોઅર ઓર્ડર બેટ્સમેન તરીકે રમી શકે તેમ હોવાથી તેને રમાડવાની સચિને તરફેણ કરી છે.