નવી દિલ્હીઃ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર ફાઈટર શિખર ધવનથી ખૂબ જ પ્રભાવિત છે. ધવને રવિવારે લંડનના કેનિંગ્ટન ઓવલમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સેન્ચુરી સાથે વાપસી કરી છે. આ વનડે ક્રિકેટમાં ધવનની 17મી અને આઈસીસી સ્પર્ધાઓમાં છઠ્ઠી સેન્ચુરી હતી. આઈસીસી વર્લ્ડકપ ઈતિહાસમાં સૌથી વધારે સેન્ચુરીને રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે.



શિખર ધવન હવે સચિનના રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ બાદ, પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે ધવનના વખાણ કરતાં કહ્યું કે, તે તેના આઈસીસી ઈવેન્ટ્સ (વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી)માં સૌથી વધારે સેન્ચુરીનો રેકોર્ડ તોડી શકે છે. ધવન હાલમાં શ્રીલંકાના મહાન કુમાર સંગાકારા અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના સાથે યાદીમાં બીજા સ્થાન પર છે. ધવનથી આગળ સચિન અને સૌરવ ગાંગુલી છે જેના નામે સાત સાત સેન્ચુરી છે.



સચિને કહ્યું કે, હું ઈચ્છું છું કે શિખર આ વર્લ્ડકપમાં જ આ રેકોર્ડ તોડે. તે ઇંગ્લેન્ડમાં હંમેશા સારું રમે છે. જો તે આ રેકોર્ડ તોડે તો એવું થશે કે ભારત સારું પ્રદર્શન કરી રહ્યું છે. અમે ભારતીય તમે બધા (બેટ્સમેનો) પાસેથી ઈચ્છીએ છીએ કે તે જાય અને કંઈક ખાસ કરે. જે રીતે ધવને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો છે તે શાનદાર છે. તેણે શાનદાર સેન્ચુરી ફટકારી. તે સારું અનુભવ કરતા હશે. આ એક વિશેષ અનુભવ છે. જ્યારે તમે હોટલના રૂમમાં જાવ છો અને અરીસો જોવ છો તો તમે કહો છે, વાહ મેં કંઈક ખાસ કર્યું છે.