નવી દિલ્હીઃ મહાન ક્રિકેટ સચિન તેંદુલકરને 21મી સદીનો સૌથી બેસ્ટ બેટ્સમેન પસંદ કરવામાં આવ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સના પૉલમાં સચિન તેંદુલકરે 21મી સદીના સૌથી બેસ્ટ બેટ્સમેનની રેસમાં શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાને માત આપી છે. સ્ટાર સ્પોર્ટ્સના કૉમેન્ટ્રી પેનલમાં વીવીએસ લક્ષ્મણ, ઇરાફાન પઠાણ અને આકાશ ચોપડા જેવા દિગ્ગજ ખેલાડી સામેલ હતા.  ગાવસ્કરે જણાવ્યુ કે, સચિન તેંદુલકર અને કુમાર સંગાકારાની વચ્ચે 21મી સદીની સૌથી મહાન બેટ્સમેનની રેસમાં જબરદસ્ત ટક્કર જોવા મળી. સચિને આ ખિતાબ ત્યારે મળ્યો જ્યારે તે 8 વર્ષ પહેલા જ 2013માં ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. 


સચિન તેંદુલકરના નામે જોકે ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગના તમામ રેકોર્ડ નોંધાયેલા છે. સચિન તેંદુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 15921 રન બનાવ્યા છે, અને તે લાંબા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. સચિન તેંદુલકરે પોતાની ટેસ્ટ કેરિયરમાં 51 સદી ફટકારી છે, જેક કાલિસ 45 સદી સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી બનાવનારા ખેલાડીમાં બીજા નંબર પર છે.  


17 વર્ષની ઉંમરમાં ફટકારી સદી- 
સંગાકારાના નામે ટેસ્ટ ક્રિકેટમાં 38 સદી નોંધાયેલી છે, અને સૌથી વધુ સદી બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબર પર છે. સંગાકારા જોકે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે.  


સચિન તેંદુલકરે 16 વર્ષની ઉંમરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી લીધુ હતુ. એટલુ જ નહીં 17 વર્ષ 107 દિવસની ઉંમરમાં સચિન ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારીને સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. 2002માં જ સચિનને વિઝડને દુનિયાનૌ સૌથી બેસ્ટ બેટ્સમેન ગણાવી દીધો હતો.  સચિન તેંદુલકર દુનિયાનો એકમાત્ર એવો ખેલાડી છે જેનુ નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી નોંધાયેલી છે. વનડે ક્રિકેટમાં પણ સૌથી વધુ રનનો રેકોર્ડ સચિનના નામે નોંધાયેલો છે. સચિન તેંદુલકરે પોતાની ટેસ્ટ કેરિયરમાં 51 સદી ફટકારી છે, સચિન તેંદુલકર 8 વર્ષ પહેલા જ 2013માં ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.