નવી દિલ્હીઃ આંસૂ બતાવવામાં કોઇ શરમ નથી. સચિન તેડુંલકરે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. સચિને આ પોસ્ટમાં પુરુષોની રડવું નબળાઇ માનવામાં આવે છે તે સંદર્ભમાં લખી હતી. સચિન ઇચ્છે છે કે હવે આ માન્યતા ખત્મ થઇ ગઇ છે. ઇન્ટરનેશનલ મેન્સ વીક દરમિયાન સચિને એક ઓપન લેટરમાં લખ્યું કે, જ્યારે ચીજો ઠીક ના હોય ત્યારે પુરુષોએ મજબૂતી બતાવવી જોઇએ નહીં.
સચિને સંદેશ મારફતે પૂછ્યું હતું કે આંસૂ બતાવવામાં કોઇ શરમ નથી. તો તમારે એ હિસ્સાને કેમ છૂપાવવો જેનાથી તમને વાસ્તવમાં મજબૂતી મળે છે. તમારા આંસૂઓને કેમ છૂપાવવા? સચિને લખ્યું કે, આપણને બાળપણથી શીખવવામાં આવે છે કે પુરુષોએ રડવું જોઇએ નહીં. રડવાને પુરુષોને નબળા બનાવે છે. હું એમ માનીને મોટો થયો છો. આ કારણ છે કે હું આજે એ લખી રહ્યો છું કે મને અહેસાસ થયો છે કે હું ખોટો હતો. મારા દર્દ અને મારા સંઘર્ષના કારણે આજે હું અહી પહોંચી શક્યો છું. આ મને એક સારો પુરુષ બનાવે છે.
આંસૂ બતાવવામાં કોઇ શરમ નહીં, પુરુષોનું રડવું સામાન્યઃ સચિન તેડુંલકર
abpasmita.in
Updated at:
20 Nov 2019 10:03 PM (IST)
ઇન્ટરનેશનલ મેન્સ વીક દરમિયાન સચિને એક ઓપન લેટરમાં લખ્યું કે, જ્યારે ચીજો ઠીક ના હોય ત્યારે પુરુષોએ મજબૂતી બતાવવી જોઇએ નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -