નવી દિલ્હીઃ CNG ફિલ્ટર અસેમ્બલીમાં ગડબડના કારણે હ્યુન્ડાઈએ 16,409 કાર પરત મંગાવી છે. કંપની મુજબ Grand i10 અને Xcentના કુલ 16,409 CNG મોડલ્સ પરત મંગાવ્યા છે. હ્યુન્ડાઈ તરફથી રિકોલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રભાવિત કાર નોન-એબીએસ મોડલ છે. આ કાર 1 ઓગસ્ટ, 2017 થી 30 સપ્ટેમ્બર, 2019 વચ્ચે બની છે. આ કારમાં ફેક્ટ્રી ફિટેડ CNG કિટ આપવામાં આવી છે.

મોટાભાગની કાર પ્રાઇમ મોડલની

રિકોલ કરવામાં આવેલી મોટાભાગની પ્રાઇમ મોડલની કાર છે. પ્રભાવિત થયેલી કાર ટેક્સી સર્વિસમાં દોડતી હશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કંપનીના કહેવા મુજબ 25 નવેમ્બરથી આ તમામ કારને વર્કશોપમાં મંગાવવામાં આવશે. આ માટે ગ્રાહકોને કોઈ ચાર્જ નથી આપવો પડે.

ફોન કરીને કાર વર્કશોપમાં લઈ જવા અપાશે સૂચના

કંપની ડિલરશિપ દ્વારા કાર માલિકોને આ અંગે જાણકારી આપશે અને તેમને કાર લઈને વર્કશોપમાં આવવાની સલાહ આપશે. વર્કશોપમાં ચેકિંગ દરમિયાન એક કલાકનો સમય લાગશે. આ દરમિયાન જો CNG ફિલ્ટર અસેંબલીમાં ગડબડ હશે તો ઠીક કરવામાં આવશે.

હ્યુન્ડાઈએ ફર્સ્ટ-જનરેશન એક્સેંટને CNG મોડલની સાથે મર્યાદિત સમય માટે રજૂ કરી હતી. જ્યારે ગ્રાંડ આઈ10 હાલ પણ સીએનજી કિટની સાથે આવે છે. સેકન્ડ જનરેશન એક્સેંટમાં ફેક્ટ્રી ફિટેડ સીએનજી ઓપ્શન નથી આપવામાં આવતું.

ફોર્ચુનના ‘બિઝનેસ પર્સન ઓફ ધ યર’ના લિસ્ટમાં ત્રણ ભારતીય, માઇક્રોસોફ્ટના સત્યા નડેલા ટોપ પર

સહારાના રણ કે આઈસલેન્ડના બરફ પર પણ જીતી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણે આપ્યું આવું નિવેદન ને બીજું શું કહ્યું

શરદ પવાર સાથે મીટિંગ બાદ માન્યા સોનિયા ગાંધી, શિવસેના સાથે ગઠબંધનને આપી લીલી ઝંડી


Car loan Information:

Calculate Car Loan EMI