નવી દિલ્લી: ભારતની બેડમિંટન ચેમ્પિયન સાઇના નેહવાલ ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના એથલિટ્સ કમિશનના સભ્ય તરીકે નિયુક્ત થઇ છે. આઇઓસી પ્રમુખ થોમસ તરફથી આ ગૌરવનો પત્ર સાઇનાને મળ્યો છે. જેમા લખ્યુ છે કે, 2016ની રિયો ઓલમ્પિક ગેમ્સમાં આઇઓસી એથલિટ્સ કમિશનની ચૂંટણી દરમિયાનની તમારી ઉમેદવારીના સંદર્ભમાં, તમને એથલિટ્સ કમિશનના સભ્ય તરીકે નિમણૂંક કરાઇ રહ્યા છે.

આ પ્રતિભાસભર પેનલનું સભ્યપદ સાઇનાને એ સમયે મળ્યુ છે જ્યારે તેની ઇન્જરીની રિકવરી બાદ ફરી પ્રેક્ટિસ માટેની તૈયારી કરી રહી છે. એક ઇન્ટરવ્યુમાં ખુશીના સમાચાર સાથે તેણે જણાવ્યું કે, જો બધુ જ બરાબર હશે તો નવેમ્બરની ટુર્નામેન્ટ્સમાં તે ભાગ લેશે..નોંધનીય છે કે, જમણા પગની ઇજાને લીધે સાઇનાએ ઓલમ્પિક્સમાં મેડલ ગુમાવ્યો હતો.