નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃત્તીને લઈને સતત અફવાઓ ઉડી રહી છે. આવું જ ફરી વખત પણ થયું છે. ગુરુવારે સોશિયલ મીડિયામં અફવા ફેલાઈ ગઈ કે દોની સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને નિવૃત્તીની જાહેરાત કરશે.

પરંતુ હવે ખુદ ધોનીની પત્ની સાક્ષીએ આ મામલે ખુલાસો કર્યો અને ટ્વીટ કરીને કહ્યું કે આ બધું અફવા છે. સાક્ષી ઉપરાંત મુખ્ય પસંદગીકાર એમેસકે પ્રસાદે પણ આ વાતને ફગાવી દીધી હતી.


વિરાટ કોહલીએ ગુરુવારે ધોની સાથે 2016ના ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચનો ફોટો શેર કર્યો હતો. તેણે ટ્વીટ કરતા લખ્યું કે, આ મેચ હું ક્યારેય નહીં ભૂલી શકું, ધોનીએ મને ફિટનેસ ટેસ્ટ ચાલતી હોય તેમ દોડાવ્યો હતો.

કોહલીની ટ્વીટ પછી સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે કે, ધોની બહુ જલ્દી નિવૃત્તિ જાહેર કરી શકે તેમ છે. જોકે હજી આ અંગે ધોની અને બીસીસીઆઈએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી 2014માં નિવૃત્તિ લીધી હતી. તે પછી 2017માં વનડેમાં કપ્તાન પદેથી નિવૃત્તિ લીધી હતી.