આફ્રિદી મુશ્કેલીમાં, પાકિસ્તાનના આ પૂર્વ કેપ્ટને લગાવ્યો મોટો આરોપ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન સલમાન બટ્ટ 2010ના સ્પૉટ ફિક્સિંગમાં ઝડપાઇ ગયો હતો, ત્યારબાદ તેના પર પાંચ વર્ષ સુધીનો પ્રતિબંધ લાગ્યો હતો. બાદમાં તેની ટીમમાં વાપસી થઇ શકી ન હતી.
સલમાન બટ્ટના મતે 2015માં મારા પરનો પ્રતિબંધ પુરો થયા બાદ ઘરેલુ ક્રિકેટ સાથે જોડાઇને તે ભારતમાં થયેલી વર્લ્ડકપ ટી20 ચેમ્પિયનશિપની ટીમમાં જગ્યા બનાવવા ફીટ થઇ ગયો હતો, પણ આફ્રિદીએ તેના સિલેક્શનનો વિરોધ કર્યો હતો.
બટ્ટે કહ્યું કે, તત્કાલિન મુખ્ય કૉચ યુનુસ અને બેટ્સમેન કૉચ ગ્રાન્ટ ફ્લાવરે મને એનસીએ બોલાવ્યો હતો અને મારી ફિટનેસ જોવા માટે મને નેટ્સ પર લઇ ગયા હતા, બાદમાં પાકિસ્તાની ટીમમાં મારી વાપસી નક્કી હતી, તે સમયે આફ્રિદીએ મારો રસ્તો રોક્યો હતો.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ દોષી કેપ્ટન સલમાન બટ્ટે પૂર્વ કેપ્ટન આફ્રિદી પર મોટો આરોપ લગાવ્યો છે, બટ્ટે આફ્રિદી પર દ્વેષભાવ રાખી ટીમમાં સામેલ થતો રોકવાનો આરોપ લગાવ્યો હતો. બટ્ટેના મતે આફ્રિદીએ તેની નેશનલ ટીમમાં વાપસી રોકી હતી.