રાહુલ દ્રવિડના પગલે પુત્ર સમિત, સ્કૂલ ટૂર્નામેન્ટમાં રમી 150 રનની ધમાકેદાર ઇનિંગ

આ ઇનિંગ એટલા માટે પણ મહત્વની છે કે, અત્યારે અંડર-19 ટીમને કૉચિંગ આપી રહેલા રાહુલ દ્રવિડ 11 જાન્યુઆરી, આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવાવાના છે. આ પુત્ર સમિત તરફથી રાહલુ દ્રવિડને મોટી ગિફ્ટ ગણી શકાય છે.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના પુત્ર સમિતે પણ પિતાના રસ્તે ચાલવાનું શરૂ કરી દીધું છે. તેને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ)ની અંડર-14 બીટીઆર કપમાં માલ્યા ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી રમતા 150 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેની શાનદાર રમતના કારણે માલ્યા અદિતી ઇન્ટરનેશનલ સ્કૂલે વિવેકાનંદ સ્કૂલને 412 રનના મોટા અંતરથી પરાજય આપ્યો હતો.
આ મેચમાં પૂર્વ ભારતીય સ્પિનર સુનીલ જોશીનો પુત્ર આર્યન જોશીએ પણ સમિતથી વધુ રન બનાવ્યા હતા, તેને 154 રનની ઇનિંગ રમી. આ બન્નેની તાબડતોડ સેન્ચુરીની મદદથી માલ્યા અદિતી ઇન્ટરનેશનલ સ્કૂલે 50 ઓવરમાં 500 રન બનાવી લીધા. જવાબમાં વિવેકાનંદ સ્કૂલની ટીમ માત્ર 88 રનમાં જ સમેટાઇ ગઇ હતી.