મુંબઇઃ એક્ટ્રેસ જ્હાનવી કપૂર અને એક્ટર ઇશાન ખટ્ટરે ધડક ફિલ્મ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ, ત્યારથી બન્ને વચ્ચે એક ગાઢ રિલેશન બંધાઇ ગયા છે. હાલમાં બન્નેના અફેરની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. જોકે, બન્ને એકબીજાને સારા મિત્રો ગણાવે છે. તાજેતરમાં જ જ્હાનવી અને ઇશાન બન્ને એકસાથે સ્પૉટ થયા, બન્ને ડિનર ડેટ કરવા એક રેસ્ટૉરાંમાં પહોંચ્યા હતા.




બન્નેની આ ડિનર ડેટ પાર્ટીથી માર્કેટમાં અફેરની ચર્ચા શરૂ થઇ ગઇ છે. ડેટ દરમિયાન જ્હાનવી ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી. તેને વ્હાઇટ કૂર્તા અને સરાર પહેર્યુ હતુ. આ તસવીરો હાલમાં સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે.



જ્હાનવી અને ઇશાનના અફેરની ચર્ચા બૉલીવુડ ગલીઓમાં ખુબ ગુંજી રહી છે. તાજેતરમાં જ એક ચેટ શૉમાં જ્યારે જ્હાનવીને પુછવામાં આવ્યુ કે, તેમના પિતા બોની કપૂર ઇશાનને લઇને શું વિચારી રહ્યાં છે, તો જ્હાનવી શરમાઇ ગઇ હતી. જોકે, જ્હાનવીએ જવાબ આપ્યો હતો કે ડેડ વિચારે છે કે, ઇશાન એક એક્ટર હોવાની સાથે સાથે સારો માણસ પણ છે.