નવી દિલ્હીઃ શ્રીલંકાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાએ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) દ્વારા લગાવવામાં આવેલા બે વર્ષના બેનને સ્વીકાર કરે છે.


આઇસીસીએ જયસૂર્યાને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, જયસૂર્યાને આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટ (એસીયૂ)ની બે કલમોનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવાયો છે.



પોતાના બેનને સ્વીકાર કરતાં જયસૂર્યાએ મોટુ નિવેદન આપ્યુ છે. જયસૂર્યાએ કહ્યું કે, "મને દે સજા આપવામાં આવી છે, તેને હું ક્રિકેટ પ્રત્યે પ્રેમના ખાતિર, આના ભલા અને અને તેની ઇમાનદારીને જાળવી રાખવા માટે સ્વીકાર કરુ છું."


નોંધનીય છે કે, જયસૂર્યા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ શ્રીલંકામાં ક્રિકેટ એસીયૂના ભ્રષ્ટચાર વિરુદ્ધ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. એસીયૂએ તાજેતરમાંજ શ્રીલંકન ક્રિકેટના સંબંધમાં એક માફી યોજનાનું આયોજન કર્યુ હતુ, જેના પરિણામ સ્વરૂપ 11 ખેલાડીઓ સામે આવ્યા હતા. જયસૂર્યાને જે કલમોનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે, તેમાં એક તપાસમાં સહયોગ ના આપવાની છે અને બીજી સમય પર જરૂરી દસ્તાવેજો ના આપી શકવાની છે.


[gallery ids="377759"]

વાંચો... શ્રીલંકાને 1996નો વર્લ્ડ કપ જીતાડનારા આ ખેલાડી પર ICCએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે મામલો

સનથ જયસૂર્યાએ 110 ટેસ્ટમાં 40.1ની સરેરાશથી 6973 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 31 અડધી સદી પણ સામેલ છે. જ્યારે 445 વન ડેમાં 32.4ની સરેરાશથી 28 સદી અને 68 ફિફ્ટીની મદદથી 13,430 રન નોંધાવ્યા છે. 31 T20માં તેણે  129.2ના સ્ટ્રાઇક રેટથી 629 રન બનાવ્યા છે. જેમાં 4 અડધી સામેલ છે. ટેસ્ટમાં 98, વન ડેમાં 323 વિકેટ લઇ ચુક્યો છે.