આ છે નેપાળનો ‘શેન વોર્ન’ , IPLમાં પ્રથમવાર રમતો જોવા મળશે, જાણો વિગત
સાયંગ્જામાં જન્મેલા સંદીપના પિતા ભારતીય રેલવેમાં કામ કરતા હતા અને તેમણે બે થી ત્રણ વર્ષ ભારતમાં ગાળ્યા હતા. આ દરમિયાન તેઓ સચિન તેડુંલકર અને રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓથી પ્રભાવિત થયા હતા. તેઓ ઓસ્ટ્રેલિયાના સ્પિન દિગ્ગજ શેન વોર્નથી પણ પ્રભાવિત હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે વર્ષે નેપાળની ટીમે પહેલીવાર અંડર 19 વર્લ્ડકપમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી અને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં સંદીપે 14 વિકેટ લીધી હતી અને તે સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સમાં બીજા સ્થાને હતો.
ક્લાર્કની ક્રિકેટ એકેડમી સાથે જોડાયા બાદ તેના વિશે ક્લાર્કે કહ્યું હતું કે સંદીપ યુવા ખેલાડી છે અને તેને ક્રિકેટ પ્રત્યે ખુબ પ્રેમ છે. આ અમારા માટે સમ્માનની બાબત હશે કે આટલા દૂરથી તેના જેવો ખેલાડી અમારી એકેડમીમાં જોડાશે. અમે અહીંયા તેની સ્કિલ અને રમતમાં સુધારો કરવાનો પ્રયાસ કરીશું.
નેપાળના 17 વર્ષિય લેગ સ્પિનર સંદીપ વર્ષ 2016માં અંડર 19 વર્લ્ડ કપ દરમિયાન સૌથી નજરમાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં રમાયેલા આ વર્લ્ડકપમાં સંદીપે આયર્લેન્ડ વિરુદ્ધ હૈટ્ટ્રીક લીધી હતી.
નેપાળનો સંદીપ સ્પિન બોલિંગ કરે છે પરંતુ તેની એક્શન ગજબ છે. જેના કારણે બેટ્સમેનો તેની બોલ પર શોટ મારતા અચકાય છે. સંદીપ ટી20 ફોર્મેટમાં ચુસ્ત બોલિંગ કરી શકે છે. આ કારણે દિલ્હીની ટીમે તેને ખરીદ્યો છે.
સંદીપના આ દેખાવ બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર માઈકલ ક્લાર્ક અને શેન વોર્ને તેની ખૂબ પ્રશંસા કરી હતી. જે બાદ તેણે ઓસ્ટ્રેલિયા જઈને ક્લાર્ક ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લીધી અને વેસ્ટર્ન સબર્બ્સ ક્લબ તરફથી રમ્યો પણ હતો.
બેંગલુરુઃ બેંગલુરુમાં બે દિવસ માટે યોજાયેલી આઈપીએલ-11ની ઓકશનમાં ઘણા ઓછા જાણીતા ક્રિકેટરોને અનેક ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવ્યા હતા. હરાજીનો બીજો દિવસ નેપાળના ક્રિકેટ પ્રેમીઓ માટે નસીબવંતો સાબિત થયો હતો. નેપાળની ટીમ હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે દિલ્હી ડેરડેવિલ્સની ટીમે નેપાળના સંદીપ લમિચાને 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કરતાની સાથે જ નેપાળ માટે એક રેકોર્ડ સર્જાયો હતો. આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત નેપાળનો કોઇ ક્રિકેટર સામેલ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -