પાટિલનો ખુલાસોઃ સચિન નિવૃત્ત ન થાત તો અમે હટાવી દેત, ધોની પાસેથી કેપ્ટનશીપ લેવાની પણ તૈયારી હતી
સચિન ઉપરાંત પાટિલે ધોનીને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે. પાટિલે કહ્યું કે, અમે ધોનીને કેપ્ટન તરીકે હટાવવા પર વિચાર કરી રહ્યા હતા પરંતુ તે સમયે 2015માં વર્લ્ડ કપ સામે હતો માટે તે અંગે કોઈ નિર્ણય કર્યો ન હતો. જોકે પાટિલે કહ્યું કે, ટેસ્ટ ટીમમાંથી ધોનીનો નિવૃત્તિ લેવાનો નિર્ણય અમારા માટે શોકિંગ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએબીપી સાથે વાતચીત દરમિયાન પાટિલે કહ્યું કે, 12 ડિસેમ્બર 2012ના રોજ અમે (સિલેક્ટર્સ) નાગપુરમાં સચિનને મળ્યા અને તેના ભવિષ્યની યોજના વિશે પૂછ્યું. જોકે સિલેક્ટર્સની વચ્ચે સચિનની નિવૃત્તિને લઈને સર્વસંમતિ થઈ ગઈ હતી. બોર્ડને પણ તેની જાણકારી આપી દેવામાં આવી હતી. સચિનને પણ તે વિશે સમજાઈ ગયું હતું અને તે પછીની બેઠકમાં તેણે કહ્યું કે, તે વનડેમાંથી નિવૃત્તિ વિશે વિચારી રહ્યા છે. જો સચિને નિવૃત્તિનો નિર્ણય ન કર્યો હોત તો અમે તેને ટીમમાં બહાર રસ્તો બતાવ્યો હોત. ઉલ્લેખનીય છે કે, સચિને ડિસેમ્બર 2012માં વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
નવી દિલ્હીઃ BCCIના સિલેક્ટર્સ કમિટીના ચેરમેન પદથી હટતા જ સંદીપ પાટિલે બે મોટા ખુલાસા કર્યા છે. પ્રથમ એ કે જો સચિન તેંડુલકર રિટાયરમેન્ટની જાહેરાત ન કરત તો અમે તેને ડ્રોપ કરી દેત. બીજો ખુલાસો એ કર્યો કે, ઘણી વખત એવો પણ સમય આવ્યો હતો કે ધોનીને કેપ્ટન તરીકે હટાવવા વિશે વાતચીત થઈ હતી, પરંતુ ધોનીનું ટેસ્ટમાંથિ નિવૃત્ત થવું એકદમ શોકિંગ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -