કોહલીને કેપ્ટન તરીકે રાખવાને લઇને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સવાલો ઉઠાવ્યા હતા. એક મીડિયા રિપોર્ટમાં હવાલાથી ગાવસ્કરે કહ્યું હતું કે, સિલેક્ટર્સ કોહલીને કેપ્ટન તરીકે યથાવત રાખ્યો તે મને સમજાતુ નથી. કોઇ મીટિંગ કે ચર્ચા કરવાની જરૂર હતી. તેમને કહ્યું કે, કોહલી પોતાના કારણે કેપ્ટન છે કે પછી સિલેક્શન કમિટીની ખુશીના કારણે.
હવે આ વાતને લઇને ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે સુનીલ ગાવસ્કરને આડેહાથે લીધા છે. માંજરેકરે ટ્વીટ કરીને કહ્યું કે, 'હું સન્માનની સાથે સિલેક્ટર્સ અને વિરાટ કોહલીને કેપ્ટન બનાવી રાખવાની ગાવસ્કરની વાત સાથે અસહમત છું. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપમાં સારુ પ્રદર્શન કર્યુ છે. સાત મેચ જીત છે અને માત્ર બે જ મેચ હારી છે, આ એક સારો રેકોર્ડ છે.'