નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા 3 ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની શરુઆત કરશે. આ પ્રવાસમાં ભારત 3 ટી-20, 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ માટે ઓફિશિયલ બ્રોડકાસ્ટર સોની પિક્ચર્સે પોતાની કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે. જેમાં સુનીલ ગાવસ્કર અને વિવિયન રિચર્ડ્સ જેવા દિગ્ગજો સામેલ છે. જોકે પૂર્વ ક્રિકેટર સંજય માંજરકરને ફટકો પડ્યો છે કારણ કે તે આ કોમેન્ટ્રી પેનલમાં નથી.



આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સંજય માંજરેકરની કોમેન્ટ્રીની ઘણી ટિકા થઈ હતી. પ્રશંસકોનો આરોપ હતો કે સંજય માંજરેકર જાણી જોઈને ધોનીની વિરુદ્ધ વાતો કરે છે. વર્લ્ડ કપ દરમિયાન માંજરેકરે જાડેજાને કામચલાઉ ક્રિકેટર બતાવી દીધો હતો. જેના કારણે જાડેજા ગુસ્સે ભરાયો હતો અને ટ્વિટ કરીને માંજરેકરને પોતાની બકવાસ બંધ કરવા કહ્યું હતું. આ પછી જાડેજાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા માંજરેકરે માન્યું હતું કે જાડેજાએ તેના હોશ ઉડાવી દીધા છે.



આ વિવાદોના કારણે સોની પિક્ચર્સે માંજરેકરનો કોમેન્ટ્રી પેનલમાં સમાવેશ કર્યો ન હોય તેમ બની શકે છે.. જોકે આ અટકળો છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા શ્રેણી દરમિયાન સંજય માંજરેકર સોનીની કોમેન્ટ્રી ટીમમાં હતા. સોનીની ઇંગ્લિશ કોમેન્ટ્રી ટીમમાં સર વિવિયન રિચર્ડ્સ, સુનીલ ગાવસ્કર, ગ્રીમ સ્વાન, મુરલી કાર્તિક, ડેરેન ગંગા અને ઇયાન બિશપ છે. જ્યારે તરફ આશિષ નેહરા, અજય જાડેજા, મોહમ્મદ કૈફ અને વિવેક રાજદાન હિન્દીમાં મેચનું વિશ્લેષણ કરશે. ગૌરવ કપૂર અને અર્જુન પંડીત એકસ્ટ્રા ઇનિંગ્સ હિન્દીને હોસ્ટ કરશે.

બિહારમાં TikTok વીડિયો બનાવવાનું યુવકને પડ્યું ભારે, આ રીતે થયું મોત, જાણો વિગતે