ભારતના આ પૂર્વ ક્રિકેટરે ધોની પર કરી કૉમેન્ટ, કહ્યું- 'ધોનીનું સૉફ્ટવેર કામ કરે છે પણ હાર્ડવેર નહીં'
સંજય માંજરેકરે સૉફ્ટવેર તેના મગજને કહ્યું, તેમને કહ્યું કે ધોનીનુ મગજ બહુજ સારી રીતે કામ કરી રહ્યું છે, તેને ખબર છે કે ક્યારે શું કરવું, પણ હાર્ડવેર એટલે કે ઝડપથી શૉટ મારવાની તાકાત પહેલા જેવી નથી રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે એક ક્રિકેટ મીડિયાની સાથેની વાતચીતમાં કહ્યું કે, આજકાલ મહેન્દ્ર સિંહ ધોનીનું સૉફ્ટવેર તો સારુ એવુ કામ કરી રહ્યું છે, પણ હાર્ડવેરમાં પહેલા જેવી તાકાત નથી રહી.
ભારતીય ટીમે લાંબા સમય બાદ ઓસ્ટ્રેલિયામાં કાંગારુઓને તેની જ ધરતી પર 2-1થી સીરીઝમાં હરાવ્યા હતા.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ધોની પર એક કૉમેન્ટ કરી છે, તેને કહ્યું કે ધોની હજુ પણ દમખમ વાળો ક્રિકેટર છે પણ તેનામાં પહેલા જેવા શૉટ મારવાની તાકાત રહી નથી. સંજય માંજરેકર હાલમાં ક્રિકેટ કૉમેન્ટેટર અને એનાલિસ્ટ છે.
તાજેતરમાંજ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામેની દ્વીપક્ષીય વનડે સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરતાં મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ મેળવ્યો હતો. તેને સતત ત્રણ વનડેમાં ફિફ્ટી ફટકારીને પોતાના દમખમનો પરચો બતાવ્યો હતો, ઉલ્લેખનીય છે કે ધોની હાલ 37 વર્ષનો થઇ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -