નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનું માનવું છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનમાં અનેક સમાનતાઓ છે. માંજરેકરે સાથે જ કહ્યું કે, ઇમરાનના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ ભલે હારની સ્થિતિ પર રહેતી હતી, પરંતુ તે મેચ જીતાડવાના રસ્તા શોધતી હતી.

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ઓવલ મેદાન પર રમાયેલ પાંચી અને અંતિમ ટી20 મેચમાં મેજબાન ન્યૂઝીલેન્ડને સાત રનથી હરાવીને પાંચ મેચની ટી20 સીરીઝ 5-0થી ક્લીન સ્વીપ કરી હતી. માંજરેકરે કહ્યું કે, ન્યૂઝીલેન્ડમાં વિરાટના નેતૃત્વમાં ભારીય ટીમને મને ઇમરાનની કેપ્ટનશિપવાળી પાકિસ્તાનની  ટીમની યાદ અપાવી દીધી. બન્ને ટીમમાં મજબૂત  રીતે આત્મવિશ્વાસ ભરે છે. ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ ભલે હારની કગાર પર હોય પરંતુ તે મેચ જીતાડવાના રસ્તા શોધતી હતી.



હાલના સમયમાં કોમેન્ટ્રી કરી રહેલ માંજરેકરે વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલને ટી20 સીરીઝમાં  ભારતીય ટીમની ખોજ ગણાવ્યો છે. રાહુલે રવિવારે અહીં ઓવલ મેદાન પર ન્યૂઝીલેન્ડની સાથે પૂરી થયેલ પાંચ મેચની ટી20 સીરીઝમાં 56, અણનમ 57, 27, 39 અને 45 રનની ઇનિંગ રમી. તેના માટે તેને મેન ઓફ ધ સીરીઝ આપવામાં આવ્યો છે.