ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બાલા સાહેબને આપેલા વચનને નિભાવવા માટે કોઇપણ સ્તર સુધી જવાની તૈયારી હતી. તેમને કહ્યું કે, મુખ્યમંત્રી પદને સ્વીકારવુ ના તે મારા માટે ઝટકો હતો અને ના તે મારુ સપનુ હતુ. ઇમાનદારીથી કબુલુ છુ કે હું શિવસેના પ્રમુખનુ એક સ્વપ્ન-પછી તેમા ‘સામના’નુ યોગદાન હશે, શિવસેનાનુ સફર હશે અને મને મારા સુધી સિમિત કહો તો હું મતબલ સ્વયં ઉદ્ધવ દ્વારા તેમના પિતા મતલબ બાલાસાહેબને આપેલુ વચન. આ વચનપૂર્તિ માટે કોઇપણ સ્તર સુધી જવાની મારી તૈયારી હતી.
ઉદ્વવ ઠાકરેએ વધુમાં કહ્યું કે મારુ મુખ્યમંત્રી પદ વચનપૂર્તિ નહીં પણ વચનપૂર્તિની દિશામાં ઉઠાવવામાં આવેલુ એક પગલુ છે. અને તેને કરવા માટે હુ બધી રીતે તૈયાર હતો. મારા પિતાને આપેલા વચનને હુ પુરુ કરીશ.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ બીજેપી અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઇને ઘર્ષણ થયુ હતુ, અંતે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સાથે રાજ્યમાં સરકાર બનાવી લીધી હતી. હાલ ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ છે.