SAvPAK: થર્ડ એમ્પાયરના રૂમમાં ઘૂસીને કોચે કર્યો હંગામો, મળી આ સજા
મેચ બાદ પાકિસ્તાની કોચે ગુનાનો સ્વીકાર કરી લીધો અને મેચ રેફરી ડેવિડ બૂન દ્વારા લગાવવામાં આવેલા દંડનો સ્વીકાર કરી લીધો. જેના કારણે આ મામલે વધારે સુનાવણી કરવાની જરૂર ન પડી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેપટાઉનઃ પાકિસ્તાની કોચ મિકી આર્થર શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ટીવી એમ્પાયર જોએલ વિલ્સન દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ ફેંસલા પર અસહમતિ દર્શાવવા માટે તેમના રૂમમાં ઘૂસી ગયો હતો અને ત્યાં ઉગ્ર દલીલ કરી હતી. જેના કારણે તેમને ચેતવણી આપવામાં આવી અને એક ડિમેરિટ અંકનો દંડ ફટકારવામાં આવ્યો. આઈસીસીએ મેચ બાદ નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી.
નિવેદન પ્રમાણે આ ઘટના દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગ દરમિયાન નવમી ઓવરમાં બની હતી. ટીવી એમ્પાયર જોએલ વિલ્સને ડીન એલ્ગરના પક્ષમાં ફેંસલો આપ્યો બાદ પાકિસ્તાનના કોચ આર્થર ટીવી એમ્પાયરના રૂમમાં ઘૂસી ગયો હતો અને તેમણે વિલ્સનના ફેંસલા પર અસહમતિ દર્શાવી હતી. તે વિલ્સનને સવાલ પૂછવા લાગ્યા અને ઝડપથી તેમના રૂમમાંથી બહાર નીકળી ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -