Ind Vs Eng: બીજા દિવસની રમતના અંતે ભારત મજબૂત સ્થિતિમાં, વિરાટ-પૂજારા-અશ્વિન છવાયા
abpasmita.in | 27 Nov 2016 08:19 AM (IST)
મોહાલી: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટે 271 રન બનાવી લીધા છે. આર.અશ્વિન (57) અને રવિન્દ્ર જાડેજા (31) રને અણનમ રહ્યાં હતા. ભારત હજુ ઇંગ્લેન્ડથી 12 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકીછે. આ પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 283 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટે 271 રન બનાવી લીધા છે. આર.અશ્વિન (57) અને રવિન્દ્ર જાડેજા (31) રને અણનમ રહ્યાં હતા. ભારત હજુ ઇંગ્લેન્ડથી 12 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકીછે. આ પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 283 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ 62 રનની ઇનિંગ રમી હતી. કરૂણ નાયર 4 રને રન આઉટ થયો હતો. ભારત તરફથી પાર્થિવ પટેલ અને મુરલી વિજય ઓપનિંગ માટે ઉતર્યા હતા. જેમાં મુરલી વિજય 12 રને આઉટ થયો હતો. પછી 42 રન બનાવીને પાર્થિવ પટેલે વિદાય લીધી હતી. બાદમાં ભારતને ત્રીજો જટકો લાગ્યો છે. પૂજારા 51 રન બનાવીને આઉટ થયો છે. હાલ ભારતનો સ્કોર ત્રણ વિકેટે 148 રન છે. આ પહેલા ઇંગ્લેન્ડ 283 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. વિરાટ કોહલી 2016માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટના હવે 38 મેચમાં 2302 રનથી વધુ થઇ ગયા છે. પ્રથમ દિવસે ઈંગ્લેંડે ટોસ જીતીની બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેંડે 8 વિકેટ પર 268 રન બનાવ્યાં હતા. ભારતીય બોલરોનું સારુ પ્રદર્શન જોવા મળ્યું હતું. ઉમેશ યાદવ, જયંત યાદવ અને જાડેજાને 2-2 વિકેટ મળી હતી. જ્યારે શમી અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.મોહાલીનું પીસીએ સ્ટેડિયમ ભારત માટે લકી રહ્યું છે અને તે આશરે 22 વર્ષથી આ મેદાન પર કોઇ ટેસ્ટ મેચ હાર્યુ નથી.