ગુજરાત માટે સારા સમાચારઃ ભારત-વિન્ડિઝ બીજી વન ડે ગુજરાતના ક્યા શહેરમાં રમાઈ શકે? જાણો વિગત
આ મેચને ક્યાં રમાડવી તે અંગે બીસીસીઆઇ દ્વારા હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ આ મેચને વડોદરા શિફટ કરવાનાં ચક્રો ગતિમાન થયાં હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2018 દરમિયાન પ્રણવ અમીનના નેતૃત્વમાં બીસીએની ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મહિલા વન્ડે મેચો અને 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન-વેસ્ટ ઇંડિઝ વચ્ચેની વોર્મઅપ મેચનું સફળ આયોજન કર્યું હતું. બીસીએના પારદર્શક આયોજનથી બીસીસીઆઇ પણ રાજી હોવાનું મનાઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના અધિકારી મિલિન્દ કંમાડીકરે જણાવ્યું હતું કે અમે બોર્ડને જાણ કરી દીધી છે પરંતુ બીસીસીઆઇ કે સીઓએ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. મેચ નહીં યોજવાનો નિર્ણય મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનની મેનેજિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં તમામ મુદ્દા અને પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બોર્ડના નવા બંધારણ મુજબ દરેક મેચની 90% ટિકિટ સામાન્ય પ્રેક્ષકોને વેચાશે. આયોજકોને 10% પાસ મળશે. આ પહેલા આયોજક વીઆઈપીના નામે ટિકિટ વેચતા જ નહોતા. સ્ટેડિયમની પ્રેક્ષકોની ક્ષમતા 27600 છે. એવામાં આયોજકોને માત્ર 2760 ટિકિટ મળશે, 24840 ટિકિટ વેચાશે. બીસીસીઆઈએ તેમાંથી 5% એટલે કે 1360 ટિકિટ માગી છે. 2017માં વિન્ડિઝ પ્રવાસમાં મ.પ્ર. ક્રિકેટ એશો.ના સચિવને મેનેજર બનાવાયા હતા. પરંતુ સીઓએએ તેમને રોકી દીધા હતા. આ વિવાદને આ સંદર્ભમાં જોવાય છે.
મધ્ય પ્રદેશમાં મેચના આયોજન માટે બીસીસીઆઈ તરફથી મોકલાયેલા એગ્રીમેન્ટમાં તેમને પેવેલિયન બ્લોકની 1300 ટિકિટો મળવાની હતી. પરંતુ આયોજકો પાસે તેના માટે માત્ર 720 ટિકિટ ઉપલબ્ધ હતી. આ સંબંધમાં બીસીસીઆઈને ત્રણ ઈ-મેલ કર્યા બાદ કોઈ જવાબ નહોતો મળ્યો તો આયોજકોએ મેચ નહીં કરાવવાનો નિર્ણય લીધો.
અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલ સીઓએ (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન) અને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન વચ્ચે કોમ્પ્લિમેન્ટરી પાસની ફાળવણીના મુદ્દે વિખવાદ થયો હતો. જેથી મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશને મેચનું યજમાનપદ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. આ અંગે બીસીસીઆઇ અને સીઓએને મેઇલ કરી જાણ પણ કરી દેવાઈ છે.
વડોદરાઃ ઇન્દોર ખાતે 24મી ઓક્ટોબરના રોજ ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે રમાનાર વન-ડે મેચના કોમ્પ્લિમેન્ટરી પાસના મુદ્દે સીઓએ સાથે વિવાદ થતાં મેચનું આયોજન કરવા માટે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશને ઇન્દોરમાં મેચ યોજવાનું પડતું મૂકયું છે, જેના કારણે આ વન-ડે મેચ વડોદરામાં શિફ્ટ કરાય તેવી પ્રબળ સંભાવના છે. બીસીસીઆઇનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મેચ શિફટ થઈ શકે તેમ છે તેમાં વડોદરા પ્રબળ દાવેદાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -