IPL-10 : પુત્ર અબરામની સાથે પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યો ‘કિંગ ખાન’, જુઓ તસવીરો

આ મેચ કેકેઆર જીત્યું હતું.
ગુજરાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં 4 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા.
સુરેશ રૈના અણનમ 68 રનની અડધી સદીની મદદથી ગુજરાત લાયન્સની ટીમને શુક્રવારે ઈંડિયન પ્રીમિયર લીદની 10મી સીઝનમાં પોતાની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 184 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે ટૉસ જીતીને મેજબાન ટીમ ગુજરાત લાયન્સને પહેલી બેટિંગ કરવા આમંત્રિત કરી હતી. કેકેઆરના કેપ્ટન ગંભીર છે જ્યારે ગુજરાતની બાગડોર રૈનાના હાથમાં છે.
ગઈકાલની મેચ શરૂ થયા પહેલા બોલીવુડ અભિનેતા ટાઈનર શ્રોફે ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ પણ કર્યું હતું. તે વિવિધ સોંગો ઉપર ઠુમકા લગાવતો નજરે પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વખતે આઈપીએલમાં 8 ઓપનિંગ સેરેમની યોજાનાર છે.
જ્યારે ગુજરાત લાયન્સને સપોર્ટ કરવા માટે અરબાજ ખાન પણ પહોંચ્યો હતો. અને તે ગુજરાત લાયન્સના ડ્રેસમાં મેદાન ઉપર નજરે પડ્યો હતો.
બન્નેની તસવીરો આઈપીએલની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવી છે. શાહરૂખ અને અબરામની આ તસવીરો ઈંટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે ટીમ કેકેઆરના માલિક શાહરૂખ ખાનના પુત્ર અબરામની સાથે પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યો હતો. કિંગ ખાન અને અબરામની તસવીર આઈપીએલના સોશિયલ મીડિયા એકાઉંટરથી શેયર કરવામાં આવી છે.
આઈપીએલ સીઝન-10માં ગઈકાલે ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે મુકાબલો રમાયો હતો. રાજકોટમાં રમાયેલી આ મેચમાં ક્રિકેટ ખેલાડીઓ અને તેમના પરફોર્મસના કારણે ચર્ચામાં નથી પરંતુ સ્ટાર્સની હાજરીના કારણે આ મેચ અહેવાલોમાં છવાયેલી છે.