વિજય માલ્યાનું કિંગફિશર વિલા આખરે વેચાયું, બૉલીવુડના અભિનેતા અને બિઝનેસમેને ખરીદ્યું, જાણો
બેંકે આ વિલાની 85 કરોડ કિંમત રાખી હતી. પરંતુ તેનો કોઇ જ ખરીદનાર ન મળતા બેંકે ડિસેમ્બરમાં વિલાને વેચવાનો ફરી એક વખત પ્રયાસ કર્યો અને કિંમત ઘટાડીને 81 કરોડ કરી હતી. જોકે આ કિંમતે પણ કોઇ જ ખરીદનાર ન મળતા છેલ્લે બેંકે માર્ચ મહિનામાં વિલાની કિંમત 73 કરોડ રાખી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 17 દલાલોને આ વિલાના પ્રોસેસ માટે મે 2016થી રાખ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App32 વર્ષિય અભિનેતાની પોતાની વેકિંગ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ કંપની છે. જે અંતર્ગત મુંબઇ મિરર, જેકપોટ અને Aazaan મૂવી બની છે. જે હવે કિંગફિશર વિલાનો પણ માલિક છે. ગોવામાં કાન્ડોલીમમાં સમુદ્રની સામે આવેલા કિંગફિશર વિલા પ્રવાસીઓ માટે હંમેશાં આકર્ષણનું કેંદ્ર રહ્યું છે.
જોશીએ બેંકે રાખેલી 73 કરોડની કિંમત કરતા થોડી વધારે કિંમત આપીને આ વિલા ખરીદ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. કિશફિશર વિલા વેચાયું હોવાની સત્તાવાર જાહેરાત એસબીઆઇના અરૂઘતિ ભટ્ટાચાર્યએ પણ કરી હતી. જો કે કોને વિલા વેચવામાં આવ્યું તે અંગેની પુષ્ટિ તેમણે કરી ન હતી.
મુંબઈ: વિજય માલ્યાનું જાણીતું કિંગફિશર વિલા આખરે મહામહેનતે વેચાઈ ગયું છે. આ વિલાની અનેકો વખત હરાજી રાખવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ખરીદનાર મળતો નહોતો. ત્યારે અંતે અભિનેત્રા અને બિઝનેસમેન સચિન જોશીએ આ વિલા ખરીદી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -