નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઇના નવા અધ્યક્ષ બનશે. તેમને એકલા સોમવારે આ પદ માટે નામાંકન ભર્યુ હતુ. જેના પરથી નક્કી થઇ ગયુ છે કે, હવે બીસીસીઆઇના નવા અધ્યક્ષ ગાંગુલી જ હશે, ગાંગુલી નિર્વિરોધ નવા અધ્યક્ષ ચૂંટાઇ જશે. નામાંકન ભર્યા બાદ મોડી રાત્રે ગાંગુલીએ એક તસવીર શેર કરી જેમાં તેમને પોતાની નવી ટીમ બતાવી હતી.

ગાંગુલીની બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે પસંદગીને લઈ ભારતના પૂર્વ ક્રિકેટર અને આક્રમક ઓપનરે વિરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરી અભિનંદન પાઠવી લખ્યું, દેર હૈ અંધેર નહીં. ભારતીય ક્રિકેટ માટે સારી નિશાની.


મોહમ્મદ કૈફે ટ્વિટમાં લખ્યું, ખેલાથી કેપ્ટન અને હવે કેપ્ટનમાંથી બીસીસીઆઈની અધ્યક્ષ. ખૂબ ખૂબ અભિનંદન દાદા સૌરવ ગાંગુલી. બીસીસીઆઈમાં આવો લીડર હોવો ખૂબ સારા સંકેત છે.  કેટલીક નવી અને જરૂરી ચીજોના આશા રહેશે.


પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટરે કોહલીને લઈ આપ્યું મોટું નિવેદન, કેપ્ટનશિપને લઈ કરી આ વાત