નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝનમાં ખરાબ પ્રદર્શન કરનારી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. ખભાની ઈજાને કારણે ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
જણાવીએ કે, સ્ટેનને બેંગલોરે ઈજાગ્રસ્ત નાથન કોલ્ટર નાઈલનની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો હતો. સ્ટેન બેંગલોર માટે માત્ર બે જ મેચ રમ્યા છે જેમાં તેણે ચાર વિકેટ લીધી છે. બેંગલોરના ચેરમેન સંજીવ ચુરીવાલાએ એક નિવેદનમાં કહ્યું કે, સ્ટેનના ખભામાં ઈચા છે. તેને આરામની જરૂરત છે. તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા આઈપીએલની હાલની સીઝનમાં બાકીના તમામ મેચમાં તે નહીં રમે.
તેમણે કહ્યું, તેની હાજરીથી ટીમને ખૂબ જ મદદ મળી છે. તે ટીમમાં જે રીતે જૂનુન લઈને આવ્યા તેના માટે અને તેના આભારી છીએ. ટીમમાં તેની ખોટ પડશે. અમે તેને ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ. સ્ટેનને દક્ષિણ આફ્રીકાની વર્લ્ડ કપ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.
IPL: વિરાટ કોહલીની ટીમને લાગ્યો મોટો ઝાટકો, ઈજાને કારણે આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
abpasmita.in
Updated at:
26 Apr 2019 09:55 AM (IST)
આઈપીએલની 12મી સીઝનમાં ખરાબ પ્રદર્શન કરનારી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -