નવી દિલ્હીઃ ભારતની આક્રમક યુવા બેટ્સમેન શેફાલીને વર્મા આઇસીસીના મહિનાના બેસ્ટ ખેલાડી માટે નૉમિનેટ કરવામાં આવી છે. શેફાલી વર્મા ઉપરાંત ઓલરાઉન્ડર સ્નેહ રાણાનુ નામ પણ આ એવોર્ડ માટે નૉમિનેટ થયુ છે. આ બન્ને ખેલાડીઓએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ તાજેતરમાં જ પુરુ થયેલી સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. પુરુષ કેટેગરીમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવે અને ફાસ્ટ બૉલર કાઇલ જેમિસન ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટૉન ડી કૉકનુ નામ પણ આ એવોર્ડ માટે મોકલવામાં આવ્યુ છે. 


17 વર્ષની શેફાલી વર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર ટેસ્ટ ડેબ્યૂ કરતાં તેને બન્ને ઇનિંગોમાં અડધી સદી ફટકારી, તેને 96 અને 63 રનની ઇનિંગ રમી. શેફાલી વર્માને પોતાની ડેબ્યૂ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


શેફાલી વર્મા ડેબ્યૂ ટેસ્ટ બન્ને ઇનિંગમાં અડધી સદી ફટકારનારી ભારતની પહેલી અને દુનિયાની ચોથી ખેલાડી બની છે. તેની પહેલી ઇનિંગમાં સ્કૉર ડેબ્યૂ કરતા થયેલા કોઇ ભારતીય મહિલા ક્રિકેટરને સર્વોચ્ચ સ્કૉર છે. તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ બે વનડેમાં 85.50ના સ્ટ્રાઇક રેટથી 59 રન પણ બનાવ્યા. 


સ્નેહ રાણાનુ પણ નામ સામેલ- 
ઓલરાઉન્ડર સ્નેહ રાણાએ પણ બ્રિસ્ટનલમાં યાદગાર ટેસ્ટ ડેબ્યૂ કરતા બીજી ઇનિંગમાં 154 બૉલ રમીને અણનમ 80 રન બનાવ્યા, જેમાં ભારતીય ટીમ ફોલોઓન રમીને મેચ ડ્રૉ કરાવવામાં સફળ રહી હતી. તેને ઇંગ્લેન્ડની ઇનિંગમાં 131 રન આપીને ચાર વિકેટો પણ ઝડપી હતી. તેને આ ટીમ વિરુદ્ધ વનડે મેચમાં પણ 43 રન આપીને એક વિકેટ ઝડપી હતી. 


પુરુષ વર્ગમાં આ લિસ્ટમાં કૉનવે અને કાઇલી જેમીસનનુ નામ સામેલ છે. આ બન્ને ખેલાડી ન્યૂઝીલેન્ડ પુરુષ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ છે. કૉનવેએ જૂનમાં લૉર્ડ્સમાં ડેબ્યૂમાં જ ડબલ સદી ફટકારી હતી, કૉનવેએ આઇસીસી ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પણ ભારત સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત કાઇલી જેમીસનનુ નામ પણ છે, જેમીસને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચમાં તરખાટ મચાવતા સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ભારત વિરુદ્ધ તેને 61 રન આપીને 7 વિકેટ ઝડપી હતી, આ કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.