નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમની પૂર્વ કપ્તાન મિતાલી રાજે મંગળવારે ટી-20માંથી નિવૃત્તિ લઈ લીધી હતી. મિતાલીના સન્યાસ બાદ દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ માટે હરિયાણાની 15 વર્ષીય શેફાલી વર્માને ટીમમાં સ્થાન મળ્યું છે. શેફાલીને સાઉથ આફ્રિકા સામેની ટી20 ઇન્ટરનેશનલ મેચ માટે સિલેક્ટ કરવામાં આવી છે. શેફાલી આ વખતની આઇપીએલમાં મિતાલી રાજ હેઠળ વેલોસિટી ટીમ તરફથી રમી  ચુકી છે.



15 વર્ષીય શેફાલી આ મેચમાં ડેબ્યૂ કરતાની સાથે જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો એક ખાસ રેકોર્ડ તોડી નાંખશે. એટલે ડેબ્યૂ કરતાની સાથે ભારતીય ક્રિકેટની સૌથી યુવા ક્રિકેટર બની જશે. સચિને પોતાની ડેબ્યૂ મેચ 15 નવેમ્બર, 1989ના રોજ પાકિસ્તાન સામે કરાંચીમાં 16 વર્ષની ઉંમરે રમી હતી. જોકે, શેફાલી હાલ 15 વર્ષની છે.



હરમનપ્રીત કોર ટી-20 ટીમની કપ્તાન છે.  જ્યારે સ્મૃતિ મંધાના ઉપ કપ્તાન છે.  દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટી-20 24 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે રમાશે. સીરિઝ પહેલા બેંગ્લુરુ ખાતે 12 સપ્ટેમ્બરના રોજ ટ્રેનિંગ કેમ્પ છે.

ટી-20 ટીમ: હરમનપ્રીત કોર (કપ્તાન), સ્મૃતિ મંધાના (ઉપક્પ્તાન), જેમિમાહ રૉડ્રિગ્યુઝ, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), શિખા પાંડે, માનસી જોશી, અરુન્ધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, હર્લિન દેઓલ, અનુજા પાટિલ અને શેફાલી વર્મા

વનડે ટીમ: મિતાલી રાજ (કપ્તાન), જેમિમાહ રૉડ્રિગ્યુઝ, હરમનપ્રીત કોર (ઉપક્પ્તાન), પૂનમ રાઉત, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, માનસી જોશી, એકતા ભિષ્ટ, પૂનમ યાદવ, ડી હેમલતા, રાજેશ્વરી ગાયકવાડ, પ્રિયા પુનિયા